વિશ્વની બીજી સૌથી લાંબી દીવાલ - Gujju Gk

14 August 2021

વિશ્વની બીજી સૌથી લાંબી દીવાલ

વિશ્વની બીજી સૌથી લાંબી દીવાલ

કુંભલગઢ કિલ્લા


ચીનની દીવાલ વિશ્વની સૌથી લાંબી દીવાલ છે, મોટાભાગના લોકો આ જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વની બીજી સૌથી લાંબી દીવાલ આપણા ભારતમાં છે. ચીનની દીવાલની લંબાઈ લગભગ 8400 કિમી છે. ચીનની દીવાલ પછી ભારત વિશ્વની બીજી સૌથી લાંબી દીવાલ ધરાવે છે.


ક્યાં આવેલી છે ?


આ દીવાલ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં સ્થિત છે અને કુંભલગઢ કિલ્લા તરીકે ઓળખાય છે. આ કિલ્લાની ઉત્કૃષ્ટ રચના અને લંબાઈના કારણે તેને 'ભારતની મહાન દીવાલ’નો દરજ્જો મળ્યો છે.



શું કહે છે ઈતિહાસ ?


કુંભલગઢ કિલ્લો મહારાણા કુંભાએ 15મી સદીમાં બનાવ્યો હતો.એને બનાવવામાં 15 વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. મહાન શાસક મહારાણા પ્રતાપનો જન્મ આ કિલ્લામાં 16મી સદીમાં થયો હતો.હલ્દી-ઘાટીનાં યુદ્ધ પછી મહારાણા પ્રતાપ આ કિલ્લામાં લાંબા સમય સુધી રહ્યાં હતાં.


શું છે વિશેષતાઓ ? 


કિલ્લાની અંદર 360થી વધુ મંદિરો છે, જેમાં 300 જેટલાં પ્રાચીન જૈન મંદિરો બાકીનાં અન્ય મંદિરો છે. કિલ્લામાં પ્રવેશવા માટે આરેઠપોલ, હલ્લાપોલ, હનુમાનપોલ અને વિજયપાલ વગેરે જેવા સાત વિશાળ દરવાજા છે. કુંભલગઢ કિલ્લો સમુદ્ર સપાટીથી લગભગ 1100 મીટરની ઊંચાઇએ સ્થિત છે.


કેટલી લાંબી છે આ દીવાલ?


આ દીવાલ લગભગ 36 કિલોમીટર લાંબી અને 15 મીટર પહોળી છે. એવું કહેવામાં આવે છે કે અહીં 10 જેટલા ઘોડા એક સાથે દોડાવી શકાય છે.


 કુંભલગઢની ‘સિટી વોલ’


કુંભલગઢને ચારે બાજુથી ઘેરેલી આ દીવાલોને ‘સિટી વોલ’ કહેવામાં આવે છે. રાત્રે દીવાલોની આસપાસ મશાલ પ્રગટાવવામાં આવે છે, જેના પ્રકાશથી સમગ્ર દીવાલ ઝગમગી ઊઠે છે. 

No comments:

Post a Comment