વિશ્વનો સૌથી ઊંચો માટીનો મહેલ - Gujju Gk

14 August 2021

વિશ્વનો સૌથી ઊંચો માટીનો મહેલ

મિત્રો, આપણે સહુએ ક્યારેકને ક્યારેક દરિયાકિનારે રેતીમાં માટીનો મહેલ બનાવ્યો જ હશે. તમને ખબર છે દોસ્તો, ડેનમાર્કમાં બનેલા વિશ્વના સૌથી ઊંચા માટીના મહેલએ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.


આ માટીનો મહેલ 21.6 મીટર ઊંચો છે. જે વર્ષ 2019 માં જર્મનીમાં બનેલા માટીના મહેલ કરતા 3.5 મીટર લાંબો છે. જર્મનીનો આ રેતીનો મહેલ ૧17,66 મીટરની ઊંચાઈનો બનાવ્યો હતો. જેણે અગાઉનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.


 દોસ્તો, ડેનમાર્કનો આ માટીનો મહેલ બ્લોખસના નાના એવા સમુદ્રતટ ૫૨ વસેલા શહેરમાં 4860 ટન રેતીના ઉપયોગ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ શહેર ડેનમાર્કના નોર્થ જટલેન્ડમાં સ્થિત છે.


- કુલ 4,860 ટન રેતીનો બનેલો આ મહેલ પિરામિડની યાદ અપાવે છે. 


આ રેતીના મહેલના સર્જક ડચમેન વિલ્હેડ સ્ટિગર છે. જેમને વિશ્વના ત્રીસ શ્રેષ્ઠ રેતીના શિલ્પકારો દ્વારા આ મહેલ બનાવવામાં મદદ કરવામાં આવી. સર્જક ડચમેન આ મહેલ દ્વારા સમગ્ર વિશ્વમાં કોરોનાવાઈરસની સામે સહુ સાથે મળી અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે તેવો સંદેશ આપે છે. આ સમયગાળામાં પરિવાર સાથે બને એટલું ઘરે રહી અને પ્રવૃત્તિઓ કરીએ. ભારે હિમ ન આવે ત્યાં સુધી આ કિલ્લાના ઊભા રહેવાની ધારણા છે.એટલે આગામી ફેબ્રુઆરી માર્ચ સુધી આ રેતીનો મહેલ અડીખમ ઊભો રહેશે.

No comments:

Post a Comment