☘ તુલસીના પાન આ સમસ્યા દૂર કરે છે જાણો ફાયદા ☘
હિન્દુ ધર્મમાં પૂજાનારી તુલસીનો ઉપયોગ લોકો શિયાળામાં ઔષધી રૂપમાં કરતા આવી રહ્યા છે.
તુલસીમાં રહેલ એંટીઓક્સીડેટ્સ જેવા ન્યૂટ્રિએંટ્સ અનેક હેલ્થ પ્રોબ્લેમથી બચાવે છે.
100 ગ્રામ તુલસીમાં 22 કેલોરી, 0.6 g ફૈટ, 4 mg સોડિયમ, 295 mg પોટેશિયમ, 2.7 g કાર્બોહાઈડ્રેટ, 1.6 g ડાયટરી ફાઈબર, 0.3 g શુગર, 3.2 g પ્રોટીન, 105% વિટામિન એ, 30% વિટામિન સી, 17% આયરન, 1% વિટામિન B-6 અને 16% મેગ્નેશિયમ હોય છે.
➡️ તુલસીના ફાયદા તાવથી આરામ -
તુલસીના પાન, આદુ અને મુલેઠીને વાટીને મધ સાથે ખાવ. તેનાથી તાવ જલ્દી ઠીક થઈ જશે. આ ઉપરાંત શરદી-ખાંસી દૂર કરવા માટે તેના પાનને આદુ સાથે ચાવો કે તેની ચા બનાવીને પીવો.
➡️ અનિયમિત પીરિયડ્સ -
મોટાભાગે મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ થઈ જાય છે. 10 ગ્રામ તુલસીના બીજને પાણીમાં ઉકાળીને નિયમિત રૂપથી સવારે પીવો. તેનાથી તમારી અનિયમિત પીરિયડ્સની સમસ્યા ઠીક થઈ જશે.
➡️ તનાવ કરે દૂર -
જો આખો દિવસ તનાવ રહે છે તો રોજ તુલસીના 10-12 પાનનુ સેવન કરો. તેનાથી તમને તનાવ સામે લડવાની ક્ષમતા મળશે.
➡️ ઝાડા અને ઉલ્ટીથી છુટકારો -
વિટામિન એ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર રહેવાને કારણે તુલસીનુ સેવન આંખોની રોશની વધારે છે. જો આંખોમાં બળતરા થતી હોય તો તુલસીનો અર્ક પીવો.
➡️ શ્વાસની તકલીફ -
શ્વાસ સંબંધી સમસ્યાઓમાં પણ તુલસી ખૂબ લાભકારી છે. મઘ, આદુ અને તુલસીને મિક્સ કરીને કાઢો બનાવો અને તેનુ સેવન કરો. આ ઉપરાંત 2-4 તુલસીના પાનનુ રોજ સેવન કરવાથી શ્વાસની દુર્ગધ પણ દૂર થાય છે.
➡️ કેંસરથી બચાવ -
અનેક શોધમાં તુલસીના બીજને કેંસરની સારવારમાં પણ કારગર બતાવ્યા છે. સાથે જ રોજ તેનુ સેવન શરીરમાં કેંસર સેલ્સને વધારવાથી રોકે છે. આવામાં તમે પણ તેને તમારી જરૂરિયાતમાં સામેલ કરો.
➡️ પથરીની સમસ્યા -
કિડનીની પથરીમાં તુલસીના પાનને ઉકાળીને તેનો અર્ક બનાવો અને તેમા મધ મિક્સ કરીને નિયમિત 6 મહિના સુધી તેનુ સેવન કરો. તેનાથી પથરી યૂરીન માર્ગથી બહાર નીકળી જશે.
➡️ ત્વચા નિખારે -
તુલસી અને લીંબૂનો રસ બરાબર માત્રામાં મિક્સ કરો અને ચેહરા પર લગાવો. તેનાથી કરચલીઓ અને ફોલ્લીઓ દૂર થઈ જશે. સાથે જ ચેહરાની રંગતમાં નિખાર આવશે.
➡️ એક્નેની સારવાર -
10-12 તુલસી અને લીમડાના પાનને વાટી લો. પછી તેમા અડધી ચમચી ચંદન પાવડર અને 2 ચમચી ગુલાબજળ મિક્સ કરો. તેને ચેહરા પર ઓછામાં ઓછા 20 મિનિટ લગાવ્યા પછી તાજા પાણીથી સાફ કરી લો. તેનાથી એકને અને પિંપલ્સ જેવી સમસ્યાઓ દૂર થઈ જશે.
➡️ એંટી એજિંગની સમસ્યાને કરે દૂર -
એંટીઓક્સીડેંટ્સથી ભરપૂર તુલસીને એજુવિનેટ કરવાથી સાથે એંજિંગની પ્રક્રિયાને પણ ધીમી કરી દે છે. આ માટે તમે તુલસીના પાનનુ પેસ્ટ બનાવીને ચેહરા પર 10-15 મિનિટ સુધી લગાવો. અને પછી તાજા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં ઓચહમાં ઓછા 3 વાર આ પૈકનો ઉપયોગ કરો.
➡️ વાળ માટે વરદાન -
ત્વચા ઉપરાંત તુલસી વાળ માટે પણ લાભકારી છે. તુલસીના થોડા પાનને વાટીને નારિયળ અને ઓલિવ ઓઈલ મિક્સ કરીને સ્કૈલ્પ પર લગાવો. અઠવાડિયામાં 2 વાર આ પૈકનો ઉપયોગ કરવથી ન તો માથાના વાળ મજબૂત થવા સાથે શાઈની પણ થાય છે. તેનાથી ખોડો પણ દૂર થઈ જાય છે.
No comments:
Post a Comment