ભારતના એવોર્ડ | ભારતરત્ન એવોર્ડ | જ્ઞાનપીઠ એવોર્ડ | દાદાસાહેબ ફાળકે એવોર્ડ | પદ્મ પુરસ્કાર | - Gujju Gk

11 May 2021

ભારતના એવોર્ડ | ભારતરત્ન એવોર્ડ | જ્ઞાનપીઠ એવોર્ડ | દાદાસાહેબ ફાળકે એવોર્ડ | પદ્મ પુરસ્કાર |

🎖 ભારતરત્ન એવોર્ડ.

👉 ભારત સરકાર તરફથી સૌથી મોટો એવોર્ડ.

👉 શરૂઆત - ઇ.સ. ૧૯૫૪ થી.

👉 પ્રથમ - ૧) ચક્રવર્તી રાજગોપાલચારી.

૨) ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન.

૩) ડૉ. ચંદ્રશેખર વ્યંકટ રામન.


🏅 ગુજરાતી (ભારતરત્ન મેળવનાર).

👉 મોરારજી દેસાઈ - ૧૯૯૧.

👉 સરદાર વલ્લભભાઈ પટેલ - ૧૯૯૧.

👉 ગુલઝારીલાલ નંદા - ૧૯૯૭.


🎖 જ્ઞાનપીઠ એવોર્ડ

👉 ઈ.સ. ૧૯૬૫ થી શાંતિપ્રસાદ જૈનની યાદમાં દર વર્ષે શ્રેષ્ઠ સાહિત્યકારને આપવામાં આવે છે.

👉 આ એવોર્ડમાં ૧૧ લાખ રૂપિયા અને સરસ્વતીની કાંસાની પ્રતિમા અને પ્રશસ્તીપત્ર આપવામાં આવે છે. 


🏅 એવોર્ડ મેળવનાર ગુજરાતીઓ.

૧૯૬૭ - ઉમાશંકર જોશી - નિશિથ - કાવ્ય સંગ્રહ

૧૯૮૫ - પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ- નવલકથા

૨૦૦૧ - રાજેન્દ્ર શાહ - ધ્વનિ - કાવ્યસંગ્રહ.

રઘુવીર ચૌધરી - અમૃતા - નવલકથા.


🎖  દાદાસાહેબ ફાળકે એવોર્ડ

👉 ફિલ્મ ઉદ્યોગના પિતા દાદાસાહેબ ફાળકેની યાદમાં આપવામાં આવે છે.

👉 ભારતીય ફિલ્મ ક્ષેત્રે અસાધારણ અને અમૂલ્ય કામગીરી બજાવનાર વ્યક્તિને દર વર્ષે આપવામાં આવે છે.

👉 આ એવોર્ડમાં ૧ લાખ રૂપિયા અને સુવર્ણકમળ આપવામાં આવે છે.

👉 પ્રથમ એવોર્ડ - દેવીકરાની રોરિચ.


🎖 પદ્મ પુરસ્કાર🎖


🎖 પદ્મ વિભૂષણ.

🎖 પદ્મ ભૂષણ.

🎖 પદ્મ શ્રી.

👉 કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આપવમાં આવે.

👉 સરકારી કર્મચારીઓને પણ આપવામાં આવે.


📍સંરક્ષણ દળોમાં આપવામાં આવતા મેડલ.

👉 પરમવીર ચક્ર.

👉 મહાવીર ચક્ર.

👉 વીર ચક્ર.


🎖 અર્જુન એવોર્ડ.

👉 રમતગમત ક્ષેત્ર શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને.


🎖 રાજીવગાંધી ખેલરત્ન.

👉 જુદી જુદી રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને.

👉 રમતગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ.


🎖 દ્રોણાચાર્ય એવોર્ડ.

👉 રમતના શ્રેષ્ઠ કોચને આ એવોર્ડ આપવામાં આવે છે.

👉 બેડમિન્ટન પુલેલા ગોપીચંદ ખેલાડી અને  કોચ તરીકે શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ રાજીવગાંધી ખેલરત્ન, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ આમ ત્રણેય એવોર્ડ મેળવનાર એક માત્ર વ્યક્તિ.


🎖 બોર્લોગ એવોર્ડ.

👉 કૃષિક્ષેત્રે અપાતો શ્રેષ્ઠ એવોર્ડ.

👉 કોરોમંડલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ. તરફથી કૃષિ વૈજ્ઞાનિકને આ એવોર્ડ અપાય છે.


🎖 શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ.

👉 વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 આર્યભટ્ટ એવોર્ડ.

👉 વિજ્ઞાન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ.


🎖 વિક્રમ સારાભાઈ એવોર્ડ.

👉 હરિ ૐ આશ્રમ પ્રેરિત.

👉 અવકાશી સંશોધન ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 ધન્વંતરિ એવોર્ડ.

👉 તબીબી ક્ષેત્રે મહત્વની કામગીરી  કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 ચમેલીદેવી પુરસ્કાર.

👉 પત્રકારત્વક્ષેત્રે યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 જમનલાલ બજાજ એવોર્ડ.

👉 સમાજસેવા ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે છે


🎖આગાખાન એવોર્ડ.

👉 સ્થાપત્ય કલા ક્ષેત્રેઆ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 વાચસ્થતિ પુરસ્કાર.

👉 સંસ્કૃત સાહિત્યના ક્ષેત્રે યોગદાન આપનારને કે.કે.બિરલા ફાઉન્ટેન દ્વારા આ પુરસ્કાર ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 શંકર પુરસ્કાર.

👉 હિન્દી સાહિત્યના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારને કે.કે.બિરલા ફાઉન્ટેન દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે.


🎖 જીવનરક્ષા ચંદ્રક.

👉 ડૂબતા માણસને, આગ કે અકસ્માતમાંથી બચાવવાની વિશિષ્ટ કામગીરી બજાવનાર વ્યક્તિને આ ચંદ્રક એનાયત કરવામાં આવે છે.


🎖 ભારત સમ્માન.

👉 સ્વતંત્રાની સુવર્ણજ્યંતી નિમિતે ભારત સરકારે જાહેર કરેલ નવો પુરસ્કાર, વિશ્વસ્તરે ભારતને નામના અપાવનારને આપવામાં આવે છે.

👉 ઉપરાષ્ટ્રપતિ પસંદગી સમિતિના અધ્યક્ષ છે.


🎖 અશોક ચક્ર, સૂર્ય ચક્ર અને કીર્તિ ચક્ર.

👉 ભારતના કમંઠ નાગરિકને આ એવોર્ડ આપવામાં આવે છે.


🎖 શ્રમ રત્ન, શ્રમ ભૂષણ, શ્રમવીર, શ્રમ શ્રી, શ્રમદેવી એવોર્ડ.

👉 ભારત સરકારના શ્રમ ખાતા તરફથી ઈ.સ. ૧૯૮૪ થી આ એવોર્ડ આપવામાં આવે છે.

👉 આ એવોર્ડ દ્વારા શ્રમજીવીઓનું સમ્માન કરવામાં આવે છે.


🎖 વિવિધ રાજ્યો દ્વારા આપવામાં આવતા એવોર્ડ. 


📍 રવિન્દ્ર પુરસ્કાર.

👉 ત્રિપુરા સરકાર દ્વારા આપવામાં આવે છે.

👉 શ્રેષ્ઠ સાહિત્યકારને આ પુરસ્કાર આપવામાં આવે છે.


📍 પમ્પા પુરસ્કાર.

👉 કર્ણાટક પુરસ્કાર દ્વારા આપવામાં આવે છે.

👉 કન્નડ સાહિત્યના શ્રેષ્ઠ સાહિત્યકારને આ એવોર્ડ આપવામાં આવે છે.


📍 સાહિત્ય અકાદમી એવોર્ડ.

👉 દિલ્હી સ્થિત સાહિત્ય અકાદમી દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે.

👉 દર વર્ષે આ એવોર્ડ ભારતીય સાહિત્યકારોને આપવામાં આવે છે.


📍 તાનસેન સન્માન.

👉 મધ્યપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવે છે.

👉 સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારને આ સન્માન આપવામાં આવે છે.


📍 લાતમંગેશકર પુરસ્કાર.

👉 મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે.

👉 સંગીત ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન કરનારને આ પુરસ્કાર આપવામાં આવે છે.

No comments:

Post a Comment