જાણો વિવિધ લોકપ્રિય વાદ્ય વિશે - Gujju Gk

18 October 2020

જાણો વિવિધ લોકપ્રિય વાદ્ય વિશે

🔴 પાવરી

➡️ ડાંગના આદિવાસીઓમાં આ લોકપ્રિય વાદ્ય છે. 

➡️ પહેલાના સમયમાં પાવરી બનાવવા માટે ગાય કે બળદના શિંગડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. 

➡️ હવે તેના માટે તાડપત્રીનો ઉપયોગ કરવામાં આવે છે. 

➡️ શિંગડા કે તાડપત્રી ઉપરાંત બે વાંસળી અને પાકીને સૂકાઈ ગયેલી દૂધીના એકીકરણથી પાવરી બને છે.


🔴 સુંદરી

➡️ સાતથી નવ છિદ્રોવાળું આ એક એવું નાનકડું વાદ્ય છે જે જાણકાર દ્વારા બહુ સરળતાથી વગાડી શકાય છે. 

➡️ જોકે હવે આ વાદ્ય બહુ પ્રચલિત નથી. સુંદરી એ કચ્છની લંગા જાતિનું પારંપારિક વાદ્ય છે.

🔴 સુરાંદો

➡️ સુરાંદો કચ્છનું એક પ્રાચીન તંતુવાદ્ય છે. સારંગી જેવું લાગતું આ વાદ્ય કચ્છના લોકસંગીતમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. 

➡️ ગજથી વાગતું આ વાદ્ય સિંધ અને પાકિસ્તાનના સરિંદા નામના વાદ્ય સાથે મળતું આવે છે.

🔴 રાવણહથ્થો

➡️ રાવણહથ્થો પણ ગજ દ્વારા વાગતું એક તંતુવાદ્ય છે. 

➡️ રાજસ્થાન ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ રાવણહથ્થો વગાડવામાં આવે છે.

🔴 એકતારો

➡️ એકતારો પણ એક તંતુવાદ્ય છે પરંતુ એ હાથની પહેલી આંગળી વડે જ વગાડવામાં આવે છે. 

➡️ કૃષ્ણભક્ત મીરાં ભજન ગાતા સમયે એકતારો વગાડતાં હતાં. હવે એનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવે છે.

🔴 પકાની/પનાર

➡️ પકાની/પનાર નામે ઓળખાતું વાદ્ય બેથી ત્રણ ફૂટ લાંબુ હોય છે. 

➡️ જેના છેડે ચાર છિદ્રો હોય છે. તેને મોઢેથી વગાડવામાં આવે છે. તે વાંસળીને મળતું આવે છે. 

➡️ આ વાદ્ય કચ્છ ઉપરાંત બલૂચિસ્તાન, ઈરાન અને તુર્કિસ્તાનમાં પણ પ્રચલિત છે.

🔴 નાગફણી

➡️ નાગ જેવું દેખાતું અને મોઢેથી વાગતું કચ્છનું પ્રાચીન વાદ્ય છે. 

➡️ પિત્તળમાંથી બનતું આ વાદ્ય નાગના આકારનું જ હોવાથી એને નાગફણી કહેવામાં આવે છે. જોકે આ વાદ્ય હવે નામશેષ થઈ ગયું છે.

🔴 મોરચંગ

➡️ મોરચંગને તંતુવાદ્ય કહી શકાય. આ વાદ્ય ખિસ્સામાં મૂકી શકાય એવું હોય છે. 

➡️ જો કે તેનો ધ્વનિ ખૂબ મોટો અને મનમોહક હોય છે. 

➡️ લોખંડ અને પિત્તળમાંથી બનાવાયેલા આ મોરચંગનો ઉપયોગ ભરવાડ કે વણઝારા કરે છે. 

➡️ કચ્છી લોકસંગીતમાં લંગાગાયકો દ્વારા આ વાદ્યનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.

🔴 જોડિયા પાવા

➡️ જોડિયા પાવા એ બે વાંસળીની જોડને સામાન્ય વાંસળીની જેમ મોઢેથી ફૂંક મારીને વગાડવામાં આવે છે. 

➡️ આ બે વાંસળીમાં એક નર અને એક માદા હોય છે. 

➡️ જે વીસથી બાવીસ ઈંચ લાંબા હોય છે. 

➡️ રણપ્રદેશમાં ઘેટાં ચરાવનારા ભરવાડો ખૂબ તન્મયતાથી જોડિયા પાવા વગાડે છે.

🔴 ભૂંગળ

➡️ ભવાઇમાં તે મુખ્ય વાદ્ય ગણવામાં આવે છે. 

➡️ ભુંગળ અંદાજે 4થી 5 ફૂટ લાંબુ હોય છે.

🔴 થાળી વાદ્ય

➡️ મધ્યમ આકારની કાંસાની થાળીમાં ખાસ પ્રકારનું મીણ લગાડેલી એક પાતળી સળી ઊભી રાખવામાં આવે છે. 

➡️ સરબાહ કે ભાંગાર નામની વનસ્પતિની સળીને સર કહેવામાં આવે છે. 

➡️ અઢીથી ત્રણ ફૂટનો સર હોય તો થાળી સારી વાગે છે

🔴 નાલ

➡️ આ ઢોલક જેવું દેખાતું એક બાજુથી સાંકડું અને બીજી બાજુથી પહોળું વાદ્ય છે. 

➡️ ઢોલકની તુલનામાં નાલનો અવાજ થોડો તીણો પણ મધુર હોય છે.

➡️ કોઈ પણ પ્રકારના નૃત્ય કે ગીત ગાતી વેળાએ નાલ વગાડવામાં આવે છે.

🔴 ઢાંક/ઢાંકા

➡️ ડમરું જેવા આકારનું આ વાદ્ય નવથી દસ ઈંચ લંબાઈનું હોય છે. 

➡️ ઢાંકની જમણી બાજુને 'કુડપી' અને ડાબી બાજુને 'થાપ' કહેવાય છે. 

➡️ કુડપીને વાંસમાંથી બનાવાય છે અને શણની દોરીથી તેને ધનુષ જેવો આકાર આપવામાં આવે છે. 

➡️ ઢાંકની વિશેષતા એ છે કે એને પગની પીંડી પર બાંધીને વગાડવામાં આવે છે. 

➡️ પગમાં ઢાંક સાથે ઘૂઘરા બાંધી તાલ આપવામાં આવે છે.

🔴 માદળ

➡️ મૃદંગ જેવું દેખાતું આ વાદ્ય બીયાના કે સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે. 

➡️ અંદાજે ચાલીસ ઈંચ લાંબા માદળના મુખ પરના ચામડાને ડાંગી લોકો 'ઘોદ' કહે છે. 

➡️ ઘોદ પર વચ્ચે મીણ લગાડવામાં આવે છે. 

➡️ મૃદંગની જેમ માદળનું મુખ એક બાજુથી નાનું અને બીજી બાજુથી મોટું નથી હોતું. 

➡️ માદળનો આકાર સળંગ એકસરખો જ હોય છે. 

➡️ માદળનો અવાજ ભારે હોવાથી એ લગ્નપ્રસંગે દેવગીતો ગાતી વેળાએ વગાડવામાં આવે છે.


🔴 કહાળી

➡️ શરણાઇ જેવું લાગતું આ વાદ્ય જંગલમાં ગાયો ચરાવવા જતા ગોવાળિયા અને માલધારીઓ દ્વારા વગાડવામાં આવે છે

No comments:

Post a Comment