કોલસાનો ટૂકડો કાળો હોય છે, પરંતુ તેમની રાખ સફેદ કેમ ? - Gujju Gk

18 October 2020

કોલસાનો ટૂકડો કાળો હોય છે, પરંતુ તેમની રાખ સફેદ કેમ ?

🏖તમે જાણતાં હશો કે કોલસામાં કાર્બન હોય છે. આથી તેમને બાળીએ ત્યારે તેનું જવલન થઈ કાર્બન પ્રાણવાયું સાથે સંયોજાઈ અન્ગર્વાયું બનવો જોઈએ અને કંઈ બચવું ન જોઈએ. આમ છતાંય જો કેટલોક કાર્બન બળી ન શક્યો હોય તો તેની રાખ કાળી હોવી જોઈએ. પરંતુ આ રાખ સફેદ હોય છે આવું કેમ?


🏖તમે જાણતા જ હશો કે જંગલનાં બળી શકે તેવા લાકડામાંથી કોલસો બનાવવામાં આવે છે. અલબત્ત આ લાકડિયા કોલસામાં કાર્બન તો છે જ; જે તેમને કાળો રંગ આપે છે. પરંતુ આ ઉપરાંત કોલસામાં કેટલાંક હાઇડ્રોજન તથા કાર્બનનાં સંયોજકો આવેલા હોય છે જેને હાઈડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પોટેશિયમ કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને લોખંડ જેવી ધાતુઓનાં પણ કેટલાક ક્ષાર હોય છે.


🏖જ્યારે કોલસો બળે છે ત્યારે તેમાંનો કાર્બન પ્રાણવાયુ સાથે સંયોજાઈ અંગારવાયુ બનાવે છે તથા કાર્બનમાં વિભાજિત થઈ હાઇડ્રોજન બળી જાય છે એટલે તે પ્રાણવાયુ સાથે સંયોજાઈ પાણીની વરાળ રચે છે.


🏖વરાળ તથા અંગારવાયુ તો હવામાં ચાલ્યા જાય છે પરંતુ પેલા ધાતુઓનાં સંયોજનનું શું? તેમનું પણ વિભાજન થઈ ધાતુઓ પ્રાણવાયુ સાથે સંયોજાઈ તેમના ઓક્સાઈડો બને છે. આ ઓક્સાઈડો એકવાર રચાયા પછી ગરમી સરળતાથી તેમને વિભાજિત કરી શકતી નથી. અને આ જે વધે છે તે રાખ!!!


🏖હવે આવા ઘણાખરા ધાતુના ઓક્સાઈડ શ્વેત હોય છે.


👉 દા.ત. પોટેશિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ તથા કેલ્શિયમ વગેરેના ઓક્સાઈડ, સફેદ રંગમાં વપરાતું રંગદ્રવ્ય પણ જસતનો ઓક્સાઈડ જ છે.


🏖આપણા ઘરોમાં કોલસો બાળતાં થતી રાખમાં ઘણુંખરો પોટેશિયમનો જ ઓક્સાઈડ હોય છે; જેને પરિણામે આ રાખ સફેદ જણાય છે. કેટલીક વાર કોલસો પૂરી રીતે બળતો નથી એટલે કે કેટલાક કાર્બન રજકણો બળ્યા વિનાનાં રહી જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે સફેદ ઓક્સાઈડ તથા કાર્બન રજકણોના મિશ્રણવાળી રાખ ભુખરી જણાય છે.


🌐જો શુદ્ધ કોલસો બાળવામાં આવે તો રાખ જરાય વધશે નહીં.


No comments:

Post a Comment