ગુજરાતનો એક મહત્વપૂર્ણ જિલ્લો - - Gujju Gk

18 October 2020

ગુજરાતનો એક મહત્વપૂર્ણ જિલ્લો -

® વડોદરા 

® ક્ષેત્રફળ : 4,312 ચો. કિ.મી.

® કુલ વસ્તી: 31,35,383

® જાતિ પ્રમાણ : 934(1000 પુરુષો દીઠ મહિલા)

® વસ્તી ગીચતા: 727 (1 ચો. કિ.મી. દીઢ)

®  કુલ સાક્ષરતા દર : 81.21%


📚વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓ

1. ‎વડોદરા

2. સાવલી

3. વાઘોડિયા

4. પાદરા

5. કરજણ

6. શિનોર

7. ડભોઇ

8. ડેસર


📚 નદીઓ

® વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી, ઢાઢર, ઓરસંગ, હિરણ, ભૂખી, ગોમા વગેરે નદીઓ આવેલી છે. 

®  ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો 'રેગુર' પ્રકારની જમીનવાળો પ્રદેશ 'કાનમ' તરીકે ઓળખાય છે. 


📚વડોદરા જીલ્લાનું જાણવા જેવું


® ઈ.સ.  ‎1721 માં પિલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી હતી. ઈ.સ.  1734 માં વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની બની.

® ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ અને પીકચર ગેલેરી વડોદરા ખાતે આવેલી છે.

® ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ખાતે આવેલો છે.

® ગુજરાતની સૌથી મોટી લાઈબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા ખાતે આવેલી છે.

® વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે અને વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.

‎® મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઈ.સ. 1939માં વડોદરા ખાતે ગુજરાતનું સૌપ્રથમ રેડિયો કેન્દ્ર સ્થાપ્યું.

®‎ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વડોદરામાં મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું.

® ભારતનું સૌપ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ indian પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લી. (IPCL) વડોદરા ખાતે વર્ષ 1969માં સ્થપાયું હતું.

® ગુજરાતમાં સૌપ્રથમ દવા બનાવવાની ફેકટરી ત્રિભુવનદાસ ગજ્જરે વડોદરામાં સ્થાપી હતી.



📚 વડોદરા જિલ્લાના મહત્વના સ્થળો

 ® પ્રેમાનંદ સાહિત્ય સભા( પહેલા વડોદરા સાહિત્ય સભા) 👉વડોદરા

 ® નિષ્કલંક માતાનું ધામ (ખિસ્તી ધર્મ) 👉વડોદરા

 ®મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી 👉વડોદરા

 ®સેન્ટ્રલ લાઇબ્રેરી 👉વડોદરા


📚 પેલેસ

®લક્ષ્મી વિલાસ પેલેસ 👉વડોદરા

®પ્રતાપ વિલાસ પેલેસ 👉વડોદરા

®નજરબાગ પેલેસ 👉વડોદરા

® મકરપુરા પેલેસ 👉વડોદરા


📚 મંદિર

® રાધાવલ્લભ મન્દિર 👉વડોદરા

®કિર્તિ મંદિર 👉વડોદરા

®ન્યાય મંદિર 👉વડોદરા

®garudeshwar મંદિર 👉ચાંદોદ

®કુબેરેશ્વર mandir 👉ચાંદોદ

®દક્ષિણામૂર્તિ મંદિર 👉ચાંદોદ

®કરનાળી મંદિર 👉ચાંદોદ

® ગુજરાત નું સૌથી પ્રાચીન મંદિર 👉ગોરજ

®ભગતસિંહની પ્રતિમા 👉વડોદરા

® સયાજી બાગ 👉વડોદરા

® કમાટિબાગ 👉વડોદરા

®સુરસાગર તળાવ 👉વડોદરા

® મહમદ તળાવ 👉વડોદરા

® cycle ઉદ્યોગ👉 વાઘોડિયા

® પૂજ્ય શ્રી મોટા નો આશ્રમ 👉સાવલી

® હીરા ભાગોળ 👉ડભોઇ

®ડભોઇ નો ઐતીહાસિક કિલ્લો 👉ડભોઇ

®આજવા ડેમ તેમજ આજવા તળાવ 👉આજવા

®શ્રી રંગ અવધૂત નો આશ્રમ 👉નારેશ્વર

® પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું સ્થળ 👉ચાંદોદ

® યોગ મન્દિર( કાયાવરોહણ)👉 સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ દ્વારા સ્થાપિત

®પાશુપત સંપ્રદાયનું મુખ્ય મથક 👉કાયાવરોહણ

®ભગવાન લકુલીશનું જન્મસ્થળ 👉કાયાવરોહણ

®ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કંપની લિ. 👉બાજવા

®ખનીજ તેલ શુદ્ધિકરણ રીફાઈનરી 👉કોયલી

® ડોંગરેજી મહારાજ સાથે સંકળાયેલું સ્થળ 👉 માલસર

® કવિ દયારામ ની જન્મભુમી 👉ડભોઇ

No comments:

Post a Comment