👨🏻✈🚆 રેલવે પોલીસ
➖ગુજરાતમાં રેલવે પોલીસનું વડુમથક વડોદરા અને DIG સાહેબની કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે.
➖ રેલ પોલીસને GRP તરીકે પણ ઓળખવામાં આવે છે.
➖ રેલવે પોલીસનું મુખ્ય કાર્ય રેલવે ગુનાઓની તપાસ અને રેલવે મુસાફરોનું રક્ષણ કરવાનું છે.
➖રેલવે પોલીસ રેલવે પોલીસ ફોર્સ (RPF) સાથે મળીને કાર્ય કરે છે.
📚📚 ATS (એન્ટી ટેરેરિઝમ સ્કોડ)
➖ ગુજરાતમાં ATSની વળી કચેરી અમદાવાદ ખાતે આવેલી છે.
➖ ગુજરાતમાં ATS વિભાગ DIG કક્ષાના દરજ્જામાં અધિકારી હેઠળ કાર્યરત છે.
➖ATSનું મુખ્ય કાર્ય રાજ્યના આંતકવાદી પ્રવૃત્તિઓની ભાળ મેળવી તેના પર કાર્ય કરવાનું છે.
📚📚 સ્ટેટ IB (રાજ્યની ઇન્ટેલિજન્સ બ્યુરો શાખા)
➖ સ્ટેટ IBનું મુખ્ય કાર્ય વિરોધ પક્ષના કાર્યક્રમો અને વિરોધના કારણો તપાસી માહિતીઓ રાજ્ય સરકારને સોંપવાની છે.
➖ સરકાર સામે ચાલતા આંદોલનો વગેરે બાબતો ઉપર સ્ટેટ IB નજર રાખે છે.
➖ સ્ટેટ IB આંતકવાદી પ્રવૃત્તિઓ ઉપર પણ નજર રાખે છે.
➖ સ્ટેટ IBનું વડુમથક ગાંધીનગર ખાતે આવેલું છે.
👨🏻✈📚 ACB (એન્ટી કરપ્શન બ્યુરો)
➖ ACBને લાંચ રુશ્વત વિરોધી વિભાગ તરીકે પણ ઓળખાય છે.
➖ ગુજરાતમાં પણ પોલીસ સ્ટેશનોમાં ACBની કચેરીઓ આવેલી છે.
➖ જ્યારે કોઇ સરકારી કર્મચારી કે અધિકારીઓ ઉપર લાંચ લેવાનો આરોપ મુકવામાં આવે ત્યારે ACB પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર નિવારણ કાયદા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને છટકું ગોઠવી પાઉડરવાળી નોટો સરકારી કર્મચારીને આપવામાં આવે છે અને અંતે લાંચ લેનારા કર્મચારીને પકડી લેવામાં આવે છે.
➖ લાંચિયા કર્મચારીઓને પકડવાની સત્તા ACB પોલીસ ઇન્સ્પેકટરને સોંપવામાં આવે છે.
➖ ગુજરાતમાં ACBની વળી કચેરી અમદાવાદમાં ડફનાળા ખાતે આવેલી છે.
➖ ACBના વડા અધિકારી તરીકે DGP કક્ષાના અધિકારીને નિમવામાં આવતા હોય છે જેઓને ACB ડિરેક્ટર કહેવાય છે.
➖ ગુજરાતમાં ACB ડિરેક્ટરને લાંચ-રુશ્વત ખાતાના નિયામક તરીકે ઓળખાય છે.જેઓ હેઠળ અન્ય અધિકારીઓની નિમણૂક થતી હોય છે.
👨🏻✈📚 CID ક્રાઈમ (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ)
➖CIDને દરેક રાજ્યમાં એક પોલીસ વિભાગની એક મહત્વની શાખા મનાય છે કારણ કે રાજ્યના ચર્ચામાં આવેલા અથવા સમાચારપાત્રોમાં જે મુદ્દો ચગ્યો હોઈ તેવા કેસની તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવતી હોય છે.
➖ ગુજરાતમાં CID ક્રાઇમનું વડુમથક ગાંધીનગર ખાતે આવેલું છે.
➖ CID ક્રાઇમના વડા તરીકે DGP કક્ષાના અધિકારીની નિમણૂક થતી હોય છે.જેની હેઠળ અન્ય અધિકારીઓની નિમણૂક થાય છે.
➖ હસ્તાક્ષરોની તપાસ, ફોટોગ્રાફી વગેરે વિભાગો CID ક્રાઈમ સાથે જોડાયેલી હોઈ છે.
No comments:
Post a Comment