સૌ પ્રથમ એક સ્પષ્ટતા.
JCB એ બ્રાન્ડ નેમ છે, એ કોઈ વાહન નું નામ નથી.
જેમ કે કૉલગેટ એ ટૂથપેસ્ટ નું બ્રાન્ડ નેમ છે.
અને મેગી એ ઇન્સ્ટન્ટ નુડલ્સ નું બ્રાન્ડ નેમ છે.
Joseph Cyril Bamford ના પ્રથમ ત્રણ અક્ષર એટલે jcb.
આ કંપની ઘણા બધા સાધનો બનાવે છે જેમકે.
એક્સકેવટર
અર્થમુવર
વાઈબ્રોમેક્સ
પણ એ બધા પર કંપની નો લોગો jcb લખેલો હોય છે આથી મોટા ભાગના લોકો માત્ર એને jcb જ કહે છે.
હવે રહી કલર ની વાત.
સેફટી અને વિઝિબલિટી માટે આવા કલર એટલે કે પીળા , લાલ અને કેસરી કલર વપરાય છે, જે ખૂબ દૂરથી સ્પષ્ટ દેખાય અને ભારે મશીનરી કામ પર હોય તે પણ દેખાય છે.
No comments:
Post a Comment