ડૉ. જીવરાજ મહેતાની પુણ્યતિથિ || રાષ્ટ્રીય કૅન્સર જાગરૂકતા દિવસ બીજું ઘણું બધું - Gujju Gk

08 November 2020

ડૉ. જીવરાજ મહેતાની પુણ્યતિથિ || રાષ્ટ્રીય કૅન્સર જાગરૂકતા દિવસ બીજું ઘણું બધું

 💠ડૉ. જીવરાજ મહેતાની પુણ્યતિથિ💠


ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાનો જન્મ 29 ઓગસ્ટ, 1887ના રોજ અમરેલી ખાતે થયો હતો.


➖તેમનાં પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ જનકબા હતું. તેઓ ગાંધીજીના

અંગત તબીબ હતાં. 


➖તેઓ મેટ્રિક પાસ કરી તાતાની શિષ્યવૃત્તિ મેળવી બ્રિટનથી પ્રથમ ક્રમ સાથે એમ.ડી. થયા

હતાં. 


➖તેઓ લંડન નિવાસ દરમિયાન રાષ્ટ્રીય નેતાઓના પરિચયમાં આવ્યા હતા અને લંડનમાં

ઈન્ડિયન ટુડન્ટસ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળી હતી અને સ્વદેશ UNA પરત ફરી મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત તબીબ તરીકે જોડાયા હતા. 


➖તેમણે વર્ષ 1915માં મુંબઈમાં ડૉકટર તરીકેની પ્રેકટીસ શરૂ કરી હતી અને વર્ષ 1919માં ભારતીય આઝાદીની લડતમાં જોડાયા હતા.


➖વર્ષ 1921માં વડોદરા રાજ્યના ચીફ મેડીકલ ઓફિસર તરીકે તેમની નિયુકિત થઈ હતી.


➖તેમણે વર્ષ 1925થી મુંબઈની G.S.Medical College અને M.E.M હોસ્પિટલના ડીન તરીકે જોડાઈને 17 વર્ષ સુધી સેવા બજાવી હતી.🚼🌐રાષ્ટ્રીય કૅન્સર જાગરૂકતા દિવસ🌐🚼


🔺🔺દરવર્ષે 7 નવેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય કૅન્સર જાગરૂકતા દિવસ’ ઉજવવામાં આવે છે.


🔺🔺કૅન્સરની પ્રારંભિક તપાસ અને ઉપચાર પર ભાર આપવા માટે વર્ષ 2014માં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. 


🔺🔺જ્યારે શરીરમાં કોશિકાઓની અસામાન્ય વૃદ્ધિ થાય છે ત્યારે તે અન્ય પેશી પર હુમલો કરે છે અને શરીરના વિવિધ ભાગોને ગંભીર અસર કરે છે જેને કૅન્સર કહેવામાં આવે છે. 


🔺🔺નોંધ: વિશ્વ કૅન્સર દિવસ:4 ફેબ્રુઆરી🔰💠સી.વી. રામનની જન્મજયંતી💠🔰


➡️મહાન ભૌતિક વૈજ્ઞાનિક સી.વી.રામનનો જન્મ 7 નવેમ્બર, 1888ના રોજ તિરુચિરાપલ્લી, તમિલનાડુ ખાતે થયો હતો.


➡️તેમનું પૂરું નામ ચંદ્રશેખર વેંકટ રામન હતું. તેમના પિતાનું નામ ચંદ્રશેખર અય્યર હતું. તેમણે વિશાખાપટ્ટનમની એસ.પી.જી કોલેજ ખાતેથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું અને 12 વર્ષની ઉમરે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. 


➡️તેઓએ રામાયણ, મહાભારત અને ભગવદ્ગીતા જેવા ધાર્મિક ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.


➡️તેઓ વર્ષ 1903માં પ્રેસિડન્સી કોલેજમાં દાખલ થઈ વી.બી.એની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે

પાસ થનાર યુનિવર્સિટીના પ્રથમ વિદ્યાર્થી હતાં. 


➡️આ સિદ્ધિ બદલ તેમને સુવર્ણચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.


➡️તેમણે માત્ર 17 વર્ષની વયે એમ.એ ના અભ્યાસ દરમિયાન ભૌતિકશાસ્ત્ર વિષય પર નિબંધ લખ્યો હતો, આ નિબંધ લંડનના અતિ જાણીતા ફિલોસોફિકલ મેગેઝીન માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.🟢નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચૅરમૅન તરીકે શ્રી દિલીપ રથની નિમણુંક કરવામાં આવી


☑️ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF)ની જનરલ એસેમ્બલી દરમિયાન ફેડરેશનના બોર્ડમાં આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચૅરમૅન સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા છે.


☑️દિલીપ રથ વર્ષ 2016માં રોડરડેમ સમિટ ખાતેની લીડર્સ ફોરમ પૅનલના નામાંકિત વક્તા પણ હતા. 


☑️ઑક્ટોબર 2016માં રોડરડેમમાં યોજાયેલી IDF વર્લ્ડ ડેરી સમિટ ખાતે IDF અને FAO વચ્ચે ડિક્લેરેશન પર થયેલા હસ્તાક્ષરમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


☑️ઇન્ડિયન નેશનલ કમિટીના સચિવ તરીકે દિલીપ રથે વર્ષ 2022માં વર્લ્ડ ડેરી સમિટ ભારતમાં યોજવાની પહેલ કરી છે. 


☑️ભારત COVID-19 પછીની પહેલી IDF વર્લ્ડ ડેરી સમિટ-2022નું આયોજન નવી દિલ્હી ખાતે કરશે.


📝MER GHANSHYAM

       

No comments:

Post a Comment