વડાપ્રધાન 8 નવેમ્બરના રોજ હજીરા રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવશે - Gujju Gk

07 November 2020

વડાપ્રધાન 8 નવેમ્બરના રોજ હજીરા રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવશે

વડાપ્રધાન 8 નવેમ્બરના રોજ હજીરા રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવશે

💮પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બર 2020ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવી તેનો શુભારંભ કરાવશે.


🎉પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક વપરાશકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કરશે. 


🍁કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.


🍁હજીરા ખાતે શુભારંભ થઇ રહેલું રો-પેક્સ ટર્મિનલ 100 મીટર લાંબુ અને 400 મીટર પહોળું છે. આ ટર્મિનલ અંદાજે 25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.


🍁આ ટર્મિનલ પર વહીવટી ઓફિસ ઇમારત, પાર્કિંગની જગ્યા, સબસ્ટેશન અને વોટર ટાવર સહિત સંખ્યાબંધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

🍁રો-પેક્સ ફેરી વહાણ 'વોયેજ સિમ્ફની' DWT 2500-2700 MT સાથેનું ત્રણ ડેક વહાણ છે જેમાં 12000થી 15000 GT વહન ક્ષમતા છે.


🍁તેની લોડિંગ ક્ષમતા મુખ્ય ડેકમાં 30 ટ્રક (પ્રત્યેક ટ્રક 50 MTની), ઉપરના ડેકમાં 100 મુસાફર કારો અને પેસેન્જર ડેકમાં 500 મુસાફરો તેમજ 34 ક્રૂ અને આતિથ્ય સ્ટાફની છે.


🍁ઘોઘા અને હજીરા વચ્ચેનું અંતર 370 કિમીથી ઘટીને ફક્ત 90 કિમી થઇ જશે.


🍁માલસામાનની હેરફેર માટે મુસાફરીમાં 10થી 12 કલાકનો સમય લાગે છે જે ઘટીને માત્ર 4 કલાક થઇ જશે જેથી મોટા પાયે ઇંધણની બચત (અંદાજે 9000 લીટર દરરોજ) થઇ શકશે અને વાહનોના જાળવણી ખર્ચમાં પણ ઘરખમ ઘટાડો થશે.


🍁આ ફેરી સેવા દરરોજ હજીરાથી ઘોઘા રૂટ પર ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે જેનાથી દર વર્ષે અંદાજે 5 લાખ મુસાફરો, 80,000 મુસાફર વાહનો, 50,000 ટુ-વ્હિલર અને 30,000 ટ્રકોની આવનજાવન શક્ય બનશે. આનાથી ટ્રક ડ્રાઇવરોને ડ્રાઇવિંગના કારણે લાગતા થાકમાં ઘટાડો થશે અને તેમને વધારાના ફેરા માટે તકો મળવાથી એકંદરે તેમની આવકમાં પણ વૃદ્ધિ થશે.


🍁આનાથી દરરોજ અંદાજે 24 MT કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટશે અને વર્ષે લગભગ 8653 MT કાર્બન ડાયોક્સાઇડનું હવામાં થતું ઉત્સર્જન ઘટાડી શકાશે.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

No comments:

Post a Comment