રાષ્ટ્રીય એકતા દિવસ - Gujju Gk

31 October 2020

રાષ્ટ્રીય એકતા દિવસ

 ♦️♦️National Unity Day -2020♦️♦️ 

રાષ્ટ્રીય એકતા દિવસ (Rashtriya Ekta Diwas) દર વર્ષે 31 ઓક્ટોબરે મનાવવામાં આવે છે.

🌺ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ મનાવવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. 

🌺સમગ્ર દેશ આ વર્ષે સ્વતંત્ર સેનાની સરદાર વલ્લભભાઈ પટેલની 145મીં જયંતી મનાવી રહ્યો છે. 

🌺સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની સ્વતંત્રતાના આંદોલનમાં અને 560 રજવાડાઓના ભારતમાં વિલયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. 

🌺સરદાર પટેલના રાષ્ટ્રને એકજૂટ કરવાના પ્રયત્નોનું સમ્માન કરવા માટે રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) તરીકે મનાવવામાં આવે છે.

🌺રાષ્ટ્રીય એકતા કેમ મનાવાય છે?

ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એટલે કે, ધર્મ, સંસ્કૃતિ, પરંપરા અને ભાષાઓ. આથી રાષ્ટ્રની એકતા જાળવી રાખવી ખૂબ જ મહત્વની થઈ જાય છે. આ દિવસ (Rashtriya Ekta Diwas) ભારતીય ઈતિહાસમાં સરદાર પટેલના યોગદાન વિશે જાગૃક્તા ફેલાવવાનો ઉદ્દેશ્ય છે.


No comments:

Post a Comment