ભવાઇનાં અંગો વિશે માહિતી

 ● ભવાઈ માં ભૂગળનું મહત્ત્વ 

>> માં કાલિ એ કોઈ ભવાયા પર પ્રસન્ન થઈને ભૂંગળ ચૂંદડી આપેલાં ને કપાળે ચાંદલો કરેલો.પિત્તળની લાંબા વાંસ જેવા પિપૂડી પ્રકારના આ ભૂંગળના અવાજમાંથી અનેક પ્રકારના નાદ ઉપરાંત શબ્દ પણ ઉપજાય છે. ભવાઈની શરૂઆત કરતાં પહેલાં આ ભૂંગળ વગાડવાની પરંપરા છે. 

● આવણું 

>> ભવાઈની શરૂઆત શ્રી ગણેશ માતાજી વગેરેની સ્તુતિથી થાય છે. 

>> મોં આગળ થાળી રાખી ચોક્કસ પ્રકારના તાલબડુ નૃત્યગીતવાળા પગલાંની વર્તુળમાં કરે છે જેને ‘‘આવણું” કહે છે.

>> ભવાઈ ના પિતા અસાઈ ઠાકર ને માનવા માં આવે છે.

>> આ પરંપરાનો આરંભ અસાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યો. 

>> અસાઈત ઠાકર એ સિદ્ધપુરના ઔદિસ્થ બ્રાહ્મણકુળમાં જન્મેલા કવિ અને કથાકાર હતા.

>> ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટ્યપ્રકારોમાંથી પ્રેરણા મેળવી અસાઈતે એક નવા નાટ્યપ્રકાર ભવાઈનું સર્જન કર્યું.  ભવાઈનું વાંચન 'ગેય' પધમાં તેમજ ગધમાં પણ હોય છે.

>> અસાઈત પોતે સંગીતાદિ કલામાં પ્રવીણ હોવાથી લોકશિક્ષણ અને લોકરંજનના લક્ષણે સંયુક્ત કરી પોતાના ત્રણ પુત્રોની સહાયથી ભવાઈના પ્રયોગો કરવાનું શરૂ કર્યું. તેના ત્રણ પુત્રોના ઘરની ન્યાત ત્રાગાળાને નામે જાણીતી થઈ અને તેમણે આજસુધી લોકભવાઈની આ પરંપરા જાળવી રાખી છે. અસાઈને આશરે 360 જેટલી ભવાઈના વેશ રચ્યા છે.


● ભવાઇના મહત્વનાં પાત્રો 


■  રંગલો :  રંગલાને ભવાઈના વેશોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે, જેમ કે

(૧) કાન-ગોપીના વેશમાં : સુખાજી

(૨) ઝૂડી-ઝૂલણના વેશમાં : અડવો

(૩) જસમા-ઓડણના વેશમાં : રંગલો

પેડુ  : ભવાયાની ટોળીને પેડુ કહે છે. ગામમાં તરગાળાનું પૈડું જોતાં જ લોકો આનંદથી ભવાઈ જોવા તૈયાર થઈ જાય છે.

નાયક  : ભવાઈનું મુખ્ય પાત્ર છે, જેના પર ભવાઈ રચવામાં આવી હોય તે ટોળાની વ્યવસ્થા કરે છે.

નાયિકા  : ભવાઈમાં નાયિકા એ સ્ત્રી પાત્ર છે. મોટે ભાગે પુરુષો જ નાયિકાનું પાત્ર ભજવે છે. જેમ કે જયશંકર ભોજક જે સુંદરીથી જાણીતા બન્યા. સ્ત્રીવેશ ભજવનાર પુરુષ કાંચળિયો કહેવાય છે.

નોંપી  : ભવાઈ જે ચંદરવા (મેદાન, ચાચર, શેરી)માં ભજવાતી હોય ત્યાં વાળંદ દ્વારા મશાલ પ્રગટાવવામાં આવે છે, આ મશાલ હાથમાં રાખી વચ્ચે બેસે છે, તેને નાપી કહે છે.

Post a Comment

Previous Post Next Post