(૧) જાગ નૃત્ય
--> જવારાને બાજોઠ પર રાખી માથે મૂકીને જનોઈ, શ્રીમંત કે નવરાત્રી પ્રસંગે કરવામાં આવતું નૃત્ય.
(૨) મેરાયો નૃત્ય
--> બનાસકાંઠાના ઠાકોરોનું લોકનૃત્ય છે.
(૩) રૂમાલ નૃત્ય
--> મહેસાણા જીલ્લાના ઠાકોર હોળી તથા મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે.
(૪) ચારખી નૃત્ય
--> પોરબંદર મેર જાતીના લોકોનું નૃત્ય છે.
(૫) ડુંગરદેવ નૃત્ય
--> ડાંગના આદીવાસીઓનું લોકનૃત્ય છે.
(૬) ગોફ ગુંથન રાસ
--> સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું નૃત્ય જેમાં નૃત્ય સાથે રંગીન દોરીની મનોહર ગુંથણી ભરાય છે અને ઉકેલાય છે.
(૭) રાસડા
--> ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં સૌરાષ્ટ્રના પુરુષો દ્વારા કરાતું નૃત્ય.
(૮) દાંડીયા રાસ
--> સૌરાષ્ટ્રના પુરુષો અને ખાસ કરીને મેર પુરુષોનું નૃત્ય.
(૯) સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય
--> ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય, તેમજ ખારવણ બહેનોનું નૃત્ય.
(૧૦) ગરબો
--> નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના માટે સ્ત્રીઓ દ્વારા થતું નૃત્યગાન, સંઘ નૃત્ય, કોઈકવાર પુરુષો જોડાય છે.
(૧૧) ગરબી
--> ગરબી માટે ભાગે પુરુષો દ્વારા થતું સંઘ નૃત્ય છે.
(૧૨) હીંચ નૃત્ય
--> ભાલ પ્રદેશ અને કાઠીયાવાડમાં ગાગર હીંચ નૃત્ય પ્રચલલત છે.
--> લગ્ન પ્રસંગે ઢોલને તાલે હીંચ નૃત્ય થાય છે.
--> હાથમાં થાળી કે ઘડો લઈને પણ હીંચ નૃત્ય કરવામાં આવે છે.
(૧૩) પઢારોનું મંજીરા નૃત્ય
--> ભાલ-નળકાંઠાના પઢારો દ્વારા મંજીરાના સુભગ તાલમેળ સાથે કરાતું સંઘનૃત્ય.
(૧૪) ભરવાડોના ડોકા અને હુડા રાસ
--> સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણા કે પરોણીઓ લઈને ડોક રાસ કરે જ્યારે હુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે સંઘ્ નૃત્ય કરે છે.
(૧૫) ઠાગા નૃત્ય
--> ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ખાસ કરીને હોળીના તહેવાર નિમીતે હાથમાં ધોકા અને તલવારો લઈને કરવામાં આવતું નૃત્ય.
(૧૬) વણઝારાનું હોળી નૃત્ય
--> ગુજરાતમાં વસતા મારવાડીઓ હોળી વખતે પુરુષના ખભે મોટું મૃદંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે.
(૧૭) ઢોલો રાણો
--> ગોહેલવાડ પંથકના કોળીઓ પાક ખળામાં આવે ત્યારે આ નૃત્ય કરે છે.
(૧૮) મરચી નૃત્ય
--> લગ્ન પ્રસંગે તુરી સમાજની બહેનો તાળી પાડયા વગર, હાથના અંગે ચેષ્ટ્ટાઓ દ્વારા નૃત્ય કરે છે.
(૧૯) સીદીઓનું ધમાલ નૃત્ય
--> મૂળ આફીકાની પણ ગુજરાતમાં સ્થાયી થયેલ મુસ્લિમ સીદી લોકો આ નૃત્ય કરે છે મુશીરા (મોટો ઢોલ), ધમાલ (નાની ઢોલકી) અને સ્ત્રીઓનાં વાંજિત્રો ‘માયમી સરાં’ સાથે આ નૃત્ય કરવામાં આવે છે.
(૨૦) વણઝારાનું બેડાં નૃત્ય
--> વણઝારી બહેનો માથે સાત-સાત બેડાં લઈને નૃત્ય કરે છે.
(૨૧) હાલી નૃત્ય
--> સુરત જીલ્લાના આદીવાસીઓનું લોકનૃત્ય છે.
(૨૨) ઘેરીયા નૃત્ય
--> દક્ષીણ ગુજરાતના આદીવાસીઓનું લોકનૃત્ય છે.
(૨૩) પંચમહાલના ભીલોનું યુદ્ધ નૃત્ય
--> પંચમહાલના ભીલ જાતીના આદીવાસીઓનું તીરકાંમઠાં, ભાલા વગેરે હથીયારો સાથે રાખી ચિચિયારીપાડીને નૃત્ય કરે છે.
(૨૪) હળપતીઓનું તૂર-નૃત્ય
--> દક્ષીણ ગુજરાતના હળપતી આદીવાસીઓ લગ્ન કે હોળીના ઉત્સવ પ્રસંગે સાથે લાકડીના દંડીકા વડે કાંસાની થાળી વગાડીને નૃત્ય કરે છે.
(૨૫) માંડવા નૃત્ય
--> વડોદરા જીલ્લાના તડવી આદીવાસીઓનું લોકનૃત્ય છે.
(૨૬) આદીવાસીઓનું તલવાર નૃત્ય
--> દાહોદ વિસ્તારના આદીવાસી પુરુષો માથે ધોળો ફેંટો બાંધી, શરીરે કાળા કબજા પહેરી, બુકાની બાંધી તલવાર લઈને નૃત્ય કરે છે.
(૨૭) શિકાર નૃત્ય
--> ધરમપુર વિસ્તારના આદીવાસીઓ તીરકામઠું અને ભાલા લઈને શિકારે જતા હોય તેમ દેકારા-પડકારા કરીને શિકાર-નૃત્ય કરે છે.
(૨૮) ડાંગ જિલ્લાના આદીવાસીઓનું ‘ચાળો’ નૃત્ય
--> ડાંગ જિલ્લાના આદીવાસીઓનું ડાંગી નૃત્ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે.
(૨૯) આલેણી-હાલેણી નૃત્ય
--> વડોદરા જિલ્લાના તડવી જાતીના આદીવાસી કન્યાઓનું ઋતુ નૃત્ય છે.
No comments:
Post a Comment