ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) IGNOAPS ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી ધ્વારા તા.૧૯-૧૧-૨૦૦૭થી ઉપરોકત યોજના સમગ્ર ભારતમાં અમલમાં મુકવામાં આવેલી છે. જેનો ગુજરાત રાજયમાં તા.૧-૪-૨૦૦૮થી અમલ શરૂ કરવામાં આવેલ છે. જેની અરજી સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને અલગથી કરવાની રહે છે.
🔺 આ યોજના અંતર્ગત અરજી કરવાની પાત્રતા નીચે મુજબ છે.
● અરજદારની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
● અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય અને ગરીબ રેખા હેઠળ B.P.L યાદીમાં ૦ થી ૨૦ ના સ્કોર સમાવિષ્ટ હોવો જોઈએ. શહેરી વિસ્તારના અરજદારોમાટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ & પ્રોપટી એલિવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી B.P.L સમાવિષ્ટ હોવો જોઈએ.
● પાત્રતા ધરાવતા પતિ-પત્ની બન્ને અરજી કરી શકે છે.
🔺સહાયની રકમ
👉 સહાયની રકમ લાભાર્થીની ૬૦ થી ૭૯ વર્ષના વૃધ્ધોને માસિક સહાય રૂ.૭૫૦/- (રાજય સરકારના રૂ.૩૦૦/- + કેન્દ્ર સરકારના ના રુ.ર૦૦/-) તેમજ ૮૦ કે તેથી વધુ વયના લાભાર્થીઓને માસિક સહાય રૂ.૧૦૦૦/- (રાજય સરકારના રૂ.પ૦૦/- + કેન્દ્ર સરકારના રૂ.પ૦૦/-)
🔺અપીલ અરજી અંગે
👉 નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
💠 સહાય ક્યારે બંધ થાય ?
● લાભાર્થી બી.પી.એલલા
●ભાર્થીઓનું અવસાન થવાથી
💠અરજી ફોર્મ ક્યાથી મળશે ?
■ વિના મૂલ્યે નીચેની કચેરીમાથી મળશે.
↓↓
◆ કલેક્ટર કચેરી
◆ મામલતદાર કચેરી
◆ જનસેવા કેન્દ્ર
No comments:
Post a Comment