હિમોગ્લોબીન HB કાઉન્ટ વધારવા શુ કરવું - Gujju Gk

23 March 2021

હિમોગ્લોબીન HB કાઉન્ટ વધારવા શુ કરવું

🛑  હિમોગ્લોબિન(HB)ની ખામી એક સામાન્ય સમસ્યા છે. જે અમુક ચોક્કસ પ્રકારના વિટામિન અને ખનિજની ઊણપના કારણે થાય છે. સંતુલિત ખોરાક ન લેવાથી અમુક પોષકતત્ત્વોની ખામી અને કુપોષણ જેવી સમસ્યા થાય છે. શરીરમાં હિમોગ્લોબિનની ખામીના કારણે પીળાશ લાગે છે. ઘણાં લોકો તેનો ઉપચાર માત્ર આયર્નની ગોળી લઇને કરતા હોય છે, તેમજ ઘણાં લોકો તેનો ઉપચાર વિટામિનયુક્ત આહાર લઇને કરે છે.


👉  હિમોગ્લોબિન કેટલું હોવું જોઈએ?


💛  જન્મના સમયે :-

૧૩.૫ – ૨૪g/dl (grams per deciliter)


💛  સ્ત્રીઓમાં :-

ઉંમર ૧૨-૧૮ વર્ષ : ૧૨-૧૬ g/dl

ઉંમર ૧૮થી વધુ : ૧૨.૧-૧૫.૧ g/dl


💛  પુરુષોમાં :-

ઉંમર ૧૨-૧૮ વર્ષ : ૧૩-૧૬g/dl

ઉંમર ૧૮થી વધુ : ૧૩.૬-૧૭.૭ g/dl


👉  હિમોગ્લોબિનની ઊણપના લક્ષણો


🛑  થાક, નબળાઈ, માથાનો દુખાવો, ચીડિયાપણું, શ્વાસ ચડવો, ચક્કર આવવા, કસરત ના કરવી.


એ અંદાજ લગાવવો સરળ નથી કે તમે એનિમિયાથી પીડાઇ રહ્યા છો.


અમુક પ્રકારની જીવનશૈલી તથા આદતોના કારણે હિમોગ્લોબિનની ઊણપ થાય છે.


સ્ત્રીઓમાં અમુક ખાસ પરિસ્થિતિમાં હિમોગ્લોબિનની ખામીનું જોખમ વધે છે.


હિમોગ્લોબિનની ઉણપ હોય ત્યારે ખાસ કરીને ત્યારે જ્યારે માસિક દરમિયાન રક્તપ્રવાહ વધુ થાય છે.


ગર્ભાવસ્થા દરમિયાન, પ્રસૂતિ પછી તેમજ સ્તનપાન કરાવતા હોવ ત્યારે પણ હિમોગ્લોબિનની ખામીનું જોખમ વધી જાય છે.


હિમોગ્લોબિનની ઊણપમાં કયો ખોરાક લેવો જોઇએ


➡️  આયર્નયુક્ત ખોરાક 


હિમોગ્લોબિનની ખામી થવામાં આયર્ન ખૂબ મહત્ત્વનું તત્ત્વ માનવામાં આવે છે.

આયર્નથી ભરપૂર ખાદ્ય પદાર્થ જેવા કે પાલક, બદામ, ખજૂર, મસૂરની દાળ, ગોળ વગેરેનો સમાવેશ થાય છે.

આયર્નના સપ્લીમેન્ટ્સ પણ લઈ શકાય છે. આયર્નના યોગ્ય ખોરાક માટે ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઇએ કારણ કે વધુ આયર્નયુક્ત ખોરાક પણ શરીરને નુકસાન કરી શકે છે.


➡️  વિટામિન-સીનો વપરાશ વધારવો


વિટામિન-સીની મદદ વિના શરીર આયર્નને સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરી શક્તંુ નથી.


વિટામિન-સીથી ભરપૂર ખાધ્ય પદાર્થ જેવા કે પપૈયુ, લીંબુ, સ્ટ્રોબેરી, લાલ બ્રોકોલી, કેપ્સીકમ, દ્રાક્ષ, ટામેટાં અને પાલક વગેરે લેવા જોઇએ.


ડોક્ટરની સલાહ લઇને વિટામિન-સીના સપ્લીમેન્ટ્સ પણ લઈ શકાય.


➡️  ફેલિક એસિડ :-


ફેલિક એસિડ એ તે બી કોમ્પ્લેક્સ વિટામિન છે. શરીરને તેની જરૂરિયાત રક્ત કણના સર્જન માટે પડે છે.


ફેલિક એસિડયુક્ત ખોરાક જેવા કે લીલા પાનવાળા શાક, ચોખા કઠોળ, ઘઉંના બીજ, મગફ્ળી, કેળાં, બ્રોકોલી વગેરે લેવા જોઇએ.


ડોક્ટરની સલાહ લઇને પછી રોજ ૨૦૦mlથી ૪૦૦ml ફેલેટના પુરક પદાર્થો લઈ શકાય છે.


➡️  બીટ :-


હિમોગ્લોબિનના સ્તરને ઉપર લાવવા માટે બીટ ખૂબ જ સારો ખોરાક માનવામાં આવે છે. તે આયર્ન, ફેલિક એસિડ, ફયબર તેમજ પોટેશિયમથી ભરપૂર હોય છે. તે ખૂબ જ પૌષ્ટિક હોય છે, તેમજ શરીરમાં લાલ રક્તકણની સંખ્યા તે વધારવામાં મદદ કરે છે.


➡️  સફ્રજન :-


રોજ એક સફ્રજન ખાવાથી હિમોગ્લોબિનના સ્તરને નિયંત્રણમાં રાખી શકાય છે. સફ્રજનની અંદર આયર્ન પ્રચુર માત્રામાં હોય છે. તેમજ સફ્રજનના અન્ય ઘટકો પણ સ્વાસ્થ્ય માટે ફયદાકારક છે, જે હિમોગ્લોબિનના સ્તરને ઊંચું લાવવામાં પણ મદદ કરે છે.


➡️  દાડમ :-


દાડમમાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, ફયબર અને કાર્બોહાઇડ્રેટ પ્રચુર માત્રામાં રહેલું હોય છે. તેની પૌષ્ટિકતા લોહીમાં હિમોગ્લોબિનના સામાન્ય સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે, તેમજ લોહીના પ્રવાહને પણ જાળવી રાખવામાં મદદ કરે છે. રોજ નાસ્તામાં એક દાડમ લેવું જોઇએ અથવા તેનો જ્યૂસ પીવો જોઇએ.

No comments:

Post a Comment